EIGHT EYES PRODUCTION HOUSE

ગુજરાતી સિનેમા પ્રિમિયર લીગ - સિઝન - 1 નું ફિનાલે - એવોર્ડ ફંક્શન

Apr 20, 2023

EIGHT EYES PRODUCTION HOUSE , કલરવ ગુજરાતી એપ તથા ગુજરાત ટુરિઝમના સહયોગથી તા. 18 માર્ચ 2023 ને શનિવારના રોજ અમદાવાદના CLUB BABYLON ખાતે ગુજરાતી સિનેમા પ્રિમિયર લીગ - સિઝન - 1 નું ફિનાલે - એવોર્ડ ફંક્શન નું આયોજન થયું હતું.ગુજરાતી સિનેમા પ્રિમિયર લીગની શરૂઆત ગત માર્ચમાં થઈ હતી અને તેમાં કુલ 8 શહેરના જુદા-જુદા પ્રોડક્શન હાઉસે કુલ 20-30 મિનિટ ની ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. કોમેડી, સસ્પેન્સ, હોરર, રોમેન્ટિક એમ કુલ 4 રાઉન્ડમાં 20 ફિલ્મોનું નિર્માણ થયું હતું. આ યુનિક અને ગુજરાતની સૌપ્રથમ એવી શોટૅ ફિલ્મ કોમ્પિટિશનમાં  અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, મહેસાણા, જામનગર, ભાવનગર અને કચ્છ આ શહેરમાંથી પ્રોડક્શન હાઉસે ભાગ લીધો હતો.આ સમગ્ર સ્પધૉ અને કાર્યક્રમનું આયોજન 8 EYES PRODUCTION HOUSE ના આૅનર અને અભીનૅત્રી શ્રીમતિ તૃપ્તિ બેન જાંબુચા તથા શ્રી વિપુલભાઈ જાંબુચા એ કયુૅ હતું.આ સમગ્ર કાર્યક્રમના મેન્ટોર અને ગુજરાતી ફિલ્મી જગતના જાણીતા અભિનેતા એવા શ્રી હિતેન કુમારે આ એવોર્ડ સમારંભમાં ખાસ હાજરી આપી હતી સાથે આ આખી સ્પધૉના જ્યુરી મેમ્બર શ્રી જીતેન્દ્ર ભાઈ ઠક્કર, ડૉ. કેશુભાઇ દેસાઈ તથા શ્રી ચંદ્રભાઈ દુધરેજીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારંભમાં શ્રી મયુરભાઈ ચોહાણના વિશેષ પરફોર્મન્સ એ ઓડિયન્સ ના દિલ જીતી લીધા હતા. કુલ 4 રાઉન્ડના અંતે  સિઝન - 1 ની ટ્રોફી રંગીલું રાજકોટ ટીમના આૅનર મંત્ર સિનેક્રાફ્ટના શ્રીમતિ અર્ચના બેન કથિરીયા તથા તેમની ટીમે પોતાના નામે કરી હતી તો સાથે Best Production House - Super Moms Entertainment - રાધિકા રાઠોડ અને પ્રિયંકા ત્રિવેદી, Best Actor ઓફ ધ સિઝન - 1 નો ખિતાબ જાણીતા કલાકાર યતિન પરમાર અને  Best Actress નો ખિતાબ શવૅરી જોશીએ જીત્યો હતો. બેસ્ટ ડાયરેક્ટર નો એવોર્ડ ધર્મીન પટેલ અને પ્રિયંકા ત્રિવેદી તથા બેસ્ટ રાઈટર નો એવોર્ડ મનીષ પાટડિયા એ જીત્યા હતા ગુજરાતી ફિલ્મ જગત નો આ અનોખો અને અદ્ભુત પ્રયોગ ખુબ જ રસપ્રદ રહ્યો અને ઘણાં નવા કલાકારો અને કસબીઓ ને તક આપવામાં નિમિત્ત બન્યો હતો.આગળ નાં દિવસો માં આ કાર્યક્રમની બીજી સીઝન શરૂ થવાની જાહેરાત પણ થઈ હતી.